
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોદી અમદાવાદને અંદાજે બે હજાર 267 કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે. આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર 624 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ માર્ગીય બનાવાશે. જ્યારે દક્ષિણ—પશ્ચિમ ઝૉનમાં નાનું રમતગમત સંકુલ બનાવાશે.
મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ 281 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ G.U.D.A. દ્વારા 38 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati gujarat Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates on tour Popular News Prime Minister Narendra Modi Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar tomorrow two days viral news