
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી ગોલાઘાટમાં નુમાલીગઢ રિફાઇનરી પ્લાન્ટ ખાતે આસામ બાયો-ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડનું ઉદ્ઘાટન કરશે અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ ખાતે પોલીપ્રોપીલીન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. જેનાથી આસામના પેટ્રોકેમિકલ ક્ષેત્રને મહત્વ આપશે. તે રોજગારીની તકો ઉભી કરશે અને પ્રદેશના એકંદર સામાજિક-આર્થિક વિકાસ તરફ દોરી જશે.
પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં ભારત રત્ન પુરસ્કાર પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ડૉ. ભૂપેન હજારિકાના 100મા જન્મજયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે ભૂપેન હજારિકાના ગીતો ભારતને એકતામાં લાવશે અને લોકોને ઉર્જા આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હજારિકાની રચનાઓ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિચારધારા સાથે સુસંગત છે. તેમણે કહ્યું કે ભૂપેન-દાના આદર્શો અને અનુભવો તેમના ગીતોમાં સમાવિષ્ટ છે. તેમણે કહ્યું કે ભૂપેન હજારિકાના અવાજે પ્રદેશમાં હિંસક ઘટનાઓ દરમિયાન પૂર્વોત્તરને એકતાનો સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે હજારિકાનું સમગ્ર રાષ્ટ્ર, ખાસ કરીને પૂર્વોત્તર દ્વારા સન્માન કરવામાં આવતું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તરની પ્રગતિ વિના દેશના વિકાસની કલ્પના કરી શકાતી નથી.પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો અને ભૂપેન હજારિકાનું જીવનચરિત્ર 21 ભાષાઓમાં પ્રકાશિત કર્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર અને મિઝોરમમાં 17 હજાર 500 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.પ્રધાનમંત્રીએ મણિપુરના ચુરાચંદપુરમાં સાત હજાર 300 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઇમ્ફાલમાં એક હજાર 200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.
ચુરાચંદપુરમાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ કહ્યું કે સરકાર મણિપુરને શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે મણિપુરમાં થયેલી હિંસક ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ રહી છે પરંતુ હવે રાજ્યમાં આશા અને વિશ્વાસનું એક નવું કિરણ ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ તેમની મુલાકાત દરમિયાન શિબિરોમાં રહેતા અસરગ્રસ્ત લોકોને મળ્યા છે.
અગાઉ પ્રધાનમંત્રી મોદીએ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. મોદીએ આઠ હજાર કરોડથી વધુની નવી બૈરાબી-સૈરાંગ રેલ લાઇનનું ઉદ્ઘાટન કર્યું,. આ પ્રસંગે બોલતા, શ્રી મોદીએ કહ્યું કે બૈરાબી-સૈરાંગ રેલ લાઇન મિઝોરમના લોકોના જીવનમાં ક્રાંતિ લાવશે. તેમણે કહ્યું કે પહેલી વાર, મિઝોરમમાં સાઈરાંગ રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી સાથે સીધું જોડાયેલું હશે. શ્રી મોદીએ કહ્યું કે આગામી પેઢીના GST સુધારા તાજેતરમાં લાગુ કરવામાં આવ્યા છે જે ઘણા ઉત્પાદનો પર ઓછા કર, લોકોનું જીવન સરળ બનાવશે.