
રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણા-ધાણીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો શિયાળુ પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. અંદાજ મુજબ, ધાણા-ધાણીની આશરે 2 લાખ ગુણીની ગોંડલ માર્કેટિંગ ખાતે થઈ છે.
શિયાળાની સિઝન પૂર્ણ થતા જ શિયાળુ પાક તૈયાર થઈ ગયા છે અને શિયાળા પાકની સારી એવી ખેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યારે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ધાણા અને ધાણીના વેચાણ માટે પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ દિવસે જ અંદાજે 2 લાખ ગુણીની આવક થઈ હતી.
શિયાળા પાકનું સારું એવુ ઉત્પાદન થતા ખેડૂતો ખુશ છે અને અંદાજે 2 લાખ ગુણી ધાણા-ધાણીની આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ માલ-સામન અને ખેડૂતોથી ઉભરાઈ ગયુ છે. ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાના અંદાજે 900થી 2150 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા, જ્યારે ધાણીની વાત કરીએ તો, ખેડૂતોને 1000થી 3000 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ મસાલા કંપનીઓના પ્રતિનિધિઓ ધાણા-ધાણીની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા, આ કારણે ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.