રાજ્યસભાના અધ્યક્ષે સભ્યોને જવાબદારી-આત્મનિરીક્ષણનું આહ્વાન કરવાનું કહ્યું
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માનનીય સભ્યો, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત ફરજ ઉપેક્ષિત થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં તર્કબદ્ધ સંવાદ પ્રબળ હોવો જોઈએ, ત્યાં આપણે માત્ર અરાજકતા જોઈએ છીએ. હું દરેક સંસદસભ્યને તે પછી કોઈપણ પક્ષના હોય, પોતાની અંતરાત્માને તપાસે તેવો આગ્રહ કરું છું. આપણી લોકશાહીના નાગરિકો – માનવતાનો છઠ્ઠો ભાગ – આ તમાશાથી વધુના હકદાર છે. આપણે તે અમૂલ્ય તકોને વેડફીએ છીએ જે આપણા લોકોની ભલાઈ માટે કામ આવી શકે છે. હું આશા રાખું છું કે સભ્યો ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરશે અને નાગરિકો પ્રત્યેની તેમની જવાબદારીનું પાલન કરશે. આ પવિત્ર ચેમ્બર એવા આચરણનું હકદાર છે, જે આપણી શપથનું સન્માન કરે છે, ન કે એવું નાટક જે તેને દગો આપે છે.”