1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી
ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ તથા જૂનિયર ક્લાર્કની ૨૦૦ જગ્યાઓ મળી કુલ-૨૪૫ જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code