1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, કહીં ખૂશી કહીં ગમ
ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, કહીં ખૂશી કહીં ગમ

ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, કહીં ખૂશી કહીં ગમ

0
Social Share
  • 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી,
  • વેવાણે 10 વર્ષથી રાજ કરતી વેવાણ સહિત આખી પેનલ સાથે હરાવી,
  • રાજકોટના સણોસરા ગામે મુસ્લિમ મહિલા સરપંચ તરીકે ચૂંટાયા

અમદાવાદઃ રાજ્યમાં 4564 ગ્રામપંચાયતોની ગઈ તા. 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં સરેરાશ 78.20 મતદાન નોંધાયું હતું. જેનું પરિણામ આજે  25 જૂનના રોજ જાહેર કરવામાં આવતા કહીં ખૂશી કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જીતની ખુશીમાં ભાવુક દૃશ્યો પણ જોવા મળ્યા હતા. જીતનું ખુશીમાં સમર્થકો અબીલ-ગુલાલ અને નોટો ઉડાવી હતી. ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે સરપંચ બનવાના યુદ્ધમાં પરિણામ આવી ગયું છે. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવી દીધા છે.

રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી સવારના નવ વાગ્યાથી રાજ્યભરના વિવિધ મતગણતરી કેન્દ્રો પર કરવામાં આવી હતી. બપોર સુધીમાં મોટાભાગની પંચાયતોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતુ. અને ગામડાઓને તેમના નવા સરપંચ અને સભ્યો મળી ગયા હતા. રાજ્યમાં કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર કરાયું હતું. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જીતની ખુશીમાં ભાવુક દૃશ્યો પણ સર્જાયા હતા.  રાજકોટ જિલ્લાની સૌથી મોટી સણોસરા ગ્રામ પંચાયતમાં મુસ્લિમ મહિલા ડો.નફીસા સેરસીયા 550 મતે વિજેતા બની સરપંચ બન્યા છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે સરપંચ બનવાના યુદ્ધમાં પરિણામ આવી ગયું છે. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવી દીધા છે. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે.

ઉત્તર ગુજરાતના છ જિલ્લા, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે, ત્યાંની કુલ 1332 ગ્રામપંચાયત માટે પણ મતગણતરી બાદ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવતા સમર્થકોએ જીતનો હર્ષોલ્લાસ મનાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં આજે ચાલી રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીના પ્રારંભિક પરિણામો જાહેર થતા, મોડાસા અને મેઘરજ તાલુકાના બે ગામોને તેમના નવા સરપંચ મળી ગયા છે: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અત્યંત રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો હતો. સરપંચ પદ માટેના બંને ઉમેદવારોને સરખા 338-338 મત મળતા ટાઈ પડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code