1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં CTM નજીક BRTS બસે સ્કૂટરચાલકને અડફેટે લેતા મોત
અમદાવાદમાં CTM નજીક BRTS બસે સ્કૂટરચાલકને અડફેટે લેતા મોત

અમદાવાદમાં CTM નજીક BRTS બસે સ્કૂટરચાલકને અડફેટે લેતા મોત

0
Social Share

અમદાવાદ, 20 માર્ચ 2026: Scooter rider dies after being hit by BRTS bus શહેરના સીટીએમ નજીક બીઆરટીએસ કોરીડોરમાં સ્કુટરને પૂરફાટ ઝડપે આવેલી બીઆરટીએસની બસે અડફેટે લેતા સ્કૂટરચાલક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું  મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ સ્કૂટરચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો. તેમજ તેનું મોઢું પણ છુંદાઈ જતાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને  તાત્કાલિક 108 મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના જશોદાનગરથી સીટીએમ તરફ જતા બીઆરટીએસ ટ્રેકમાં એક સ્કૂટર ચાલક પોતાનું સ્કૂટર લઈને જઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલી બીઆરટીએસ બસે સ્કૂટરને અડફેટે લીધુ હતું. બસ સ્પિડમાં હોવાથી સ્કૂટરચાલક 60 ફુટ ઢસડાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટરચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે સ્કૂટરનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક 108 મારફતે સ્કૂટચાલક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  જ્યાં સારવાર દરમિયાન તેનું  મોત નિપજ્યું હતું

શહેરમાં બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન બીઆરટીએસ ટ્રેક પર ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના બીઆરટીએસ કોરીડોરમાં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે જેના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code