- ફાર્મસી કોલેજમાં 17 ફેકલ્ટી હોવી જોઈએ તેના બદલે માત્ર 6 પ્રાધ્યાપકો જ છે
- બે ફેકલ્ટી વિઝિટિંગ અને પ્રિન્સિપાલ પણ ઈન્ચાર્જ છે
- સરકારી ફાર્મસી કોલેજમાં લેબોરેટરીની સંખ્યા પણ ઓછી છે
ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી ફાર્મસી કોલેજમાં પુરતા પ્રોફેસરો ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. સરકારી ફાર્મસી કોલેજમાં 11 જેટલા ફેકલ્ટીઝ ઓછા છે, સાથે અન્ય સુવિધાઓની પણ ઉણપ છે. લેબોરેટરીની સ્થિતિ પણ કફોડી છે, જ્યાં 12 લેબોરેટરીઓ હોવી જોઈએ, ત્યાં હાલમાં માત્ર 4 લેબોરેટરીઓ છે. એટલે કે, જરૂરી સંખ્યાની સરખામણીમાં લેબ ઘણી ઓછી છે.
ગાંધીનગર પોલિટેકનિક ખાતે આવેલી ફાર્મસી કોલેજ યુજી ફાર્મસીમાં નિયમ મુજબ આશરે 17 ફેકલ્ટી હોવા જોઈએ. પરંતુ કોલેજમાં હાલ માત્ર 6 ફેકલ્ટી છે. તેમાંમાંથી પણ બે ફેકલ્ટી વિઝિટિંગ છે, અને કેટલાક લેકચર ઓનલાઈન લેવાય છે. પ્રિન્સિપાલની જગ્યા પણ ચાર્જમાં ચાલે છે. ફાર્મસી કોલેજમાં હાલ 250થી વધુ વિદ્યાર્થીઓ બીફાર્મનો અભ્યાસ કરી રહ્યા છે જેમના અભ્યાસ પર વિપરિત અસર પડી રહી છે. સરકારી કોલેજ હોવા છતાં આ સ્થિતિ છે. પુરતા પ્રાધ્યાપકો ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર થાય છે. લેબોરેટરીની સ્થિતિ પણ કફોડી છે, જ્યાં 12 લેબોરેટરીઓ હોવી જોઈએ, ત્યાં હાલમાં માત્ર 4 લેબોરેટરીઓ છે. એટલે કે, જરૂરી સંખ્યાની સરખામણીમાં લેબ ઘણી ઓછી છે. આ સ્થિતિ લાંબા સમયથી સુધી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ રજુઆત કરવા છતાંયે તંત્ર ઉદાસિન રહ્યુ છે.


