ગાંધીનગર, 10 માર્ચ, 2026: Youth dies after Activa scooter crashes into barricade શહેરમાં ઈન્દ્રોડા ગામના કટ પાસે પૂરફાટ ઝડપે એક્ટિવા સ્કૂટર બેરીકેટ સાથે અથડાતા સુદાન દેશના એક્ટિવાચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક યુવક મૂળ સુદાનનો રહેવાસી હતો. તે ગાંધીનગરની કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, એક યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈન્દ્રોડા ગામના કટ પાસે રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ સાથે તેનું એક્ટિવા પૂરઝડપે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવક મૂળ સુદાનનો રહેવાસી હતો. તે ગાંધીનગરની કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. પોલીસે હાલ તેના ઓળખ માટે કવાયત હાથ ધરી છે.
ગાંધીનગરના આ ચોક્કસ વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. અગાઉના કિસ્સાઓ પર નજર કરીએ તો ઈન્દ્રોડા સર્કલથી આગળ વધતા આવતા કટ પાસે વાહનોની ગતિ બેકાબૂ હોય છે. ગત વર્ષે જ આ વિસ્તારમાં બે અકસ્માતો નોંધાયા હતા, જેમાં એક બાઈક સવાર મોતને ભેટ્યો હતો.


