સુરેન્દ્રનગર જિલ્લામાં કૂલ 38568 હેટકરમાં ઉનાળું વાવેતર, તલ-બાજરીના વાવેતરમાં વધારો
સુરેન્દ્રનગર, 9 એપ્રિલ 2026: Summer sowing in total 38568 hectares જિલ્લામાં નર્મદાની કેનાલો થકી સિંચાઈનો લાભ મળતા ખેડૂતો ત્રણેય સીઝનનો લાભ લઈ રહ્યા છે. ગત ચોમાસા પછી કમોસમી વરસાદના કારણે શિયાળુ વાવેતર મોડુ થતા રવિ સીઝન આટોપ્યા બાદ ઉનાળું વાવેતરમાં પણ વિલંબ થયો છે. ખેડૂતોએ આ વર્ષમાં માર્ચના પ્રથમ પખવાડિયા સુધીમાં 8008 હેક્ટરમાં વાવેતર કર્યું હતું. ત્યારબાદ એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં 38568 હેક્ટરમાં વાવેતર પૂર્ણ કર્યું છે. આમ છેલ્લા 30 દિવસમાં 30560 હેક્ટરમાં ઉનાળું વાવેતરમાં વધારો થયો છે. ખેડૂતોએ તલ, શાકભાજી, બાજરી, મગ, મગફળી ગમગુવાર સહિતના પાકોનું ઉનાળુ વાવેતર કર્યુ છે. જોકે કેટલાક ખેડૂતો આ વખતે ડાંગરના વાવેતર તરફ વળી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ઉનાળુ પાકમાં એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં એવરેજ 33820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસામાં પાછોતરો કમોસમી વરસાદ થતા અને ખેડૂતોએ પાક નુકશાની વળતર માટે બગડેલો પાક રખવો પડતા શિયાળુ વાવેતર મોડુ થયું હતું. જે ઉનાળુ સિઝન શરૂ થવા સુધી ખેતરમાં પાક રહેતા આ વર્ષે ઉનાળુ પાકની વાવેતરની ધીમી શરૂઆત થઇ હતી. જિલ્લામાં એવરેજ 27710 હેક્ટરમાં વાવેતર ઉનાળુ માર્ચના મધ્યે થઇ જતું હોય છે. આ વર્ષ માર્ચ માસ અડધો વિત્યો પણ વાવતેર 8008 હેક્ટરમાં જ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં તો ગત વર્ષ માર્ચના મધ્યે 10093 હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ માર્ચ મધ્ય સુધીમાં 2085 હેક્ટરમાં ઓછુ વાવેતર થયું હતું.
નર્મદાનું સિંચાઈ માટે પાણી મળતા અને યાંત્રીક ખેતી વધતા ઉનાળુ પાકનું વાવેતર વધ્યુ છે. ખેડૂતોએ રવિ પાક લીધા બાદ તરતજ ઉનાળું વાવેતરનો પ્રારંભ કર્યો હતો. ઉનાળુ પાકમાં રોગચાળો ન થવાથી ઉત્પાદન સારું મળે છે. આથી વધારે વાવેતર થયું છે. હાલ વાતાવરણમાં પલટો થયો હતો પરંતુ તેનાથી નુકસાન થાય તેમ નથી. પાકમાં નિયમિત પિયત આપતા રહેવા ખેતીવાડી ખાતાએ ભલામણ કરી છે.


