
સુરત પોલીસ થાર કારનો પીછો કર્યો, કારમાંથી દેશી તમંચો- કારતૂસો મળ્યા, અંતે આરોપી પકડાયો
- પોલીસે કાર રોકવા જતાં ડ્રાઈવર ભાગ્યો ને ઝાડી ઝાંખરામાં છૂપાયો,
- રિઢા આરોપીની પૂછતાછમાં ત્રણ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો,
- પોલીસે વધુ પૂછતાછ હીથ ધરી
સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં રિંગ રોડ પર પસાર થતી બ્લેક કલરની થાર કારમાં હથિયારો હોવાનો પોલીસને કન્ટ્રોલરૂમથી મેસેજ મળતા પોલીસે બ્લેક કલરની થારકારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસને જોતા જ કારચાલક કાર સાથે ભાગ્યો હતો. આથી પોલીસે પીછો કર્યો હતો. દરમિયાન થારકારનો ચાલક ભરથાણા ગામ ખાતે આવેલા ગંગામાતાના મંદિર પાછળની ગલીમાં કાર મુકી નાસી ગયો હતો. પોલીસે પીછો કરી થાર કાર સુધી પહોંચી હતી. ત્યાર બાદ થાર ગાડીનો ડાબી બાજુના દરવાજાનો કાચ તોડી દરવાજો ખોલી ગાડીમાં જોતા એક આરસી બુક, ડ્રાઇવીંગ લાઇસન્સ, એક મોબાઇલ ફોન, એક જીવતો કાર્ટીઝ 8MM, KF લખાણ અને સ્કૂલના સર્ટી, કોરી ચેકબુક મળી આવી હતી દરમિયાન આરોપી ભરથાણા ગામની સીમમા ભરથાણા ટી પોઇન્ટ પાસે આવેલ વેલેરીયો હોમ્સ સોસાયટીની પાછળ ઝાડી ઝાખરાવાળા વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી આધારે પોલીસે છાપો માર્યો હતો. જેમાં આરોપી દિલીપસિંહ પ્રતાપસિંહ ચુડાવત (ઉ.વ.31 ધંધો-રસોયકામ)ને દેશીહાથ બનાવટનો તમંચો અને કાર્ટીઝ સાથે પકડી પાડ્યા છે.
રાજસ્થાનના ચિતોડગઢ અને ઉદયપુર જિલ્લાના અપહરણના બે ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દેશી હાથ બનાવટનો તમંચો, ત્રણ કાર્ટીઝ અને થાર કાર સાથે ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો હતો. થાર ડ્રાઈવર ગન લઈને ફરતો હોવાના કોલ બાદ પોલીસ રોકવા જતા ભાગી ગયો હતો. ત્યાર બાદ ઝાડી ઝાંખરામાં છુપાયેલા આરોપીને દેશી તમંચો અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીના પકડાવાથી ત્રણ જેટલા ગુના ઉકેલાયા છે.
સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ઉત્રાણ પોલીસને એક કોલ મળ્યો હતો કે, મોટાવરાછા રીંગરોડ પરથી એક બ્લેક થાર હે, ફોરવ્હીલ ગાડી RJ-06, ડ્રાઇવર કે પાસ હથિયાર હૈ. જે આધારે ઉત્રાણ પોલીસે મોટા વરાછા રીંગરોડ ખાતે તપાસ કરાવતા એક એક કાળા કલરની થાર કાર (RJ-06-CF-3675) ને રોકવા જતા ઉભી રાખી નહી અને પુરઝડપે ભગાવી ભરથાણા ગામ ખાતે આવેલ ગંગામાતાના મંદિર પાછળની ગલીમાં મુકી નાસી ગયો હતો.પોલીસે પીછો કરી થાર કાર સુધી પહોંચી હતી. ત્યાર બાદ થાર ગાડીનો ડાબી બાજુના દરવાજાનો કાચ તોડી દરવાજો ખોલી ગાડીમાં જોતા એક આરસી બુક, ડ્રાઇવીંગ લાઇસન્સ, એક મોબાઇલ ફોન, એક જીવતો કાર્ટીઝ 8MM, KF લખાણ અને સ્કૂલના સર્ટી, કોરી ચેકબુક મળી આવી હતી. થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.
ઉત્રાણ પોલીસમાં જાણવા જોગ નોંધ કરવા સાથે થાર કારના ચાલકને શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આરોપી ભરથાણા ગામની સીમમા ભરથાણા ટી પોઇન્ટ પાસે આવેલ વેલેરીયો હોમ્સ સોસાયટીની પાછળ ઝાડી ઝાખરાવાળા વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી આધારે પોલીસે છાપો માર્યો હતો. જેમાં આરોપી દિલીપસિંહ પ્રતાપસિંહ ચુડાવત (ઉ.વ.31 ધંધો-રસોયકામ)ને દેશીહાથ બનાવટનો તમંચો અને કાર્ટીઝ સાથે પકડી પાડ્યા છે. આરોપી ઝડપાતા ઉત્રાણ અને રાજસ્થાનના ત્રણ જેટલા ગુના ઉકેલાઈ ગયા છે.