તમિલનાડુ: CM સ્ટાલિને ઉદયનિધિને DyCM બનાવવાના આપ્યા સંકેતો, મંત્રીમંડળમાં થશે ફેરબદલ
તમિલનાડુના રાજકારણમાં મોટો ફેરબદલના સંકેતો સી એમ એમ કે સ્ટાલિને આપી દીધા છે. પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્ન અંગે જવાબ આપાતા તેમણે રાજ્યના રમત ગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને ઉપ મુખ્યમંત્રી બનાવવાના સંકેત આપી દીધા છે. મંત્રીમંડળમાં પણ ફેરબદલ થશે તેવું તેમણે જણાવ્યું હતું, પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું હતું કે અમે બધાને વિશ્વાસમાં લઈને સાથે ચાલીએ છીએ. અમે કોઈને નિરાશ કરવા માંગતા નથી. થોડા સમયથી જે ચર્ચાઓએ જોર પકડયું છે તે પાયાવિહોણી વાતો છે, આ વાતમાં કોઈ દમ નથી અમારી સરકાર પહેલા પણ એક હતી અને અત્યારે પણ એક છે તેમા કોઈ મતભેદ નથી. વિપક્ષ કેટલો પણ પ્રયત્ન કરી લે પણ અમને તોડી શકશે નહીં..
તેમણે રાજ્યના પૂર્વતરીય વિસ્તારોમાં ચોમાસાની સમસ્યાઓને એક ગંભીર બાબત માની છે અને તેનાથી થતાં નુકસાનને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્ય સચિવ અધિકારીઓ સાથે સતત ચર્ચામાં છે.


