1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તાપમાનમાં ઘટાડો થયો પણ બફારાથી લોકો પરેશાન, આજે 5 જિલ્લામાં વરસાદની આગાહી
તાપમાનમાં ઘટાડો થયો પણ બફારાથી લોકો પરેશાન, આજે 5 જિલ્લામાં વરસાદની આગાહી

તાપમાનમાં ઘટાડો થયો પણ બફારાથી લોકો પરેશાન, આજે 5 જિલ્લામાં વરસાદની આગાહી

0
Social Share

અમદાવાદ, 1 જુન,2026 : Temperatures have dropped but people are troubled by the heat ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનને હજુ પખવાડિયાનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં ઘટાડો થયો છે. જો કે, હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારો અનુભવતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આજે 5 જિલ્લામાં માવઠાની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશ વાદળછાંયુ બનતા તાપમાનમાં ઘટાડો થયો છે. પણ અસહ્ય બફારાએ લોકોને અકળાવ્યા છે. દરમિયાન આજે 1 જૂને પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે. આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો (રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ)માં પણ 40થી 50 કિમીની ઝડપે પવન સાથે હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે આવતી કાલ તા. 2થી 3 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં આ દિવસે ભારે વરસાદ થવાની સંભાવના છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code