અમદાવાદ, 8 એપ્રિલ 2026: Temperature will increase ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો, હવે વાતાવરણમાં સર્જાયેલો ચક્રવાત શમી જતા તાપમાનમાં વધારો થશે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી જેટલો વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD અનુસાર, આગામી તારીખ 11થી 14 સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ખાસ કરીને કોસ્ટલ (દરિયાકાંઠાના) ક્ષેત્રોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે દરિયાઈ વિસ્તારો નજીકમાં વસવાટ કરતાં લોકોને ગરમી અને બફારાના લીધે ભારે અકળામણનો અનુભવ થઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 36 .6 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શહેરોની વાત કરીએ તો, અમરેલીમાં સૌથી વધુ 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ગાંધીનગરમાં 35.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. પવનની ગતિ હમણાં સામાન્ય જ રહેશે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં પલટાંને લીધે તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી. હવે ચક્રવાતનું જોર સમી જતા ફરવાર તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.


