1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરમાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજમાં એક વર્ષમાં ગાબડા પડયાં,
પાલનપુરમાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજમાં એક વર્ષમાં ગાબડા પડયાં,

પાલનપુરમાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજમાં એક વર્ષમાં ગાબડા પડયાં,

0
Social Share
  • પાલનપુરનો નેશનલ હાઈવે પરનો એલિવેટેડ બ્રિજ વર્ષમાં બીજીવાર ડેમેજ,
  • સોશિયલ મિડિયામાં બ્રિજના ફોટો વાયરલ થતાં ત્વરિત મરામતનું કામ હાથ ઘરાયું,
  • બ્રિજને મરામત માટે એક સાઈડ બંધ કરી દેવાતા ટ્રાફિક જામ સર્જાયો

પાલનપુરઃ વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં એક વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલો પાલનપુરનો એલિવેટેડ બ્રિજ પર ગાબડુ પડતા અને આ મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર દ્વારા તાબડતોબ બ્રિજનું મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મરામતના કામ માટે બ્રિજની એક સાઇડથી બંધ કરી દેવાની ફરજ પડી હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

પાલનપુર શહેરના RTO સર્કલ પાસે નેશનલ હાઈવે પર નવનિર્મિત એલિવેટેડ બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. બ્રિજના જોઈન્ટમાં ગાબડું પડી જતાં તાત્કાલિક એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. નોંધનીય છે કે, આ બ્રિજના નિર્માણ દરમિયાન ગડર પડી જવાના કારણે થયેલા એક ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. તે ઘટના બાદ થોડા સમય માટે બ્રિજ બંધ રાખીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. હાલમાં ફરી ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ બ્રિજના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

પાલનપુર શહેરના RTO સર્કલ પાસે નેશનલ હાઈવે પર નવનિર્મિત એલિવેટેડ બ્રિજના સ્લેબમાં પડેલી તિરાડના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. શરૂઆતમાં ચૂપચાપ રિપેરિંગ શરૂ કરાયું હતું પરંતુ, ફોટા વાઈરલ થતાં મામલો જાહેર થયો હતો. 17 મીટર ઊંચાઈ અને 1700 મીટર લાંબો આ બ્રિજ પાલનપુરને આબુ, અંબાજી અને અમદાવાદ સાથે જોડે છે અને તેને ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગૌરવ ગણવામાં આવતું હતું પરંતુ, એક જ વર્ષમાં તિરાડ પડતાં બ્રિજની ડિઝાઇન અને નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. વરસાદ અને ભારે વાહનવ્યવહારને કારણે તિરાડ પડી હોવાનું કહેવાય છે.

પાલનપુર શહેરમાં નવનિર્મિત રાજ્યના પ્રથમ પિલર પરના થ્રી લેગ બ્રિજના નિર્માણ પાછળ 89 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો આ પ્રથમ અને પિલર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો. આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. પાલનપુર અને આબુરોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર અને આબુ રોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. આ આખો બ્રિજ 79 પિલર પર ઊભો છે, જેમાં 84 મી.ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે. આ બ્રિજમાં કુલ 180 ગર્ડર કોંક્રીટના છે અને 32 ગર્ડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપિડ સાથે આ બ્રિજની ઊંચાઈ 17 મીટર છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code