Homeગુજરાતીગુજરાતગુજરાત સરકારે અનુ.જાતિ અભ્યુદય યોજનાના અસરકારક અમલ માટે PMUની કરી સ્થાપના

ગુજરાત સરકારે અનુ.જાતિ અભ્યુદય યોજનાના અસરકારક અમલ માટે PMUની કરી સ્થાપના

ગાંધીનગર, 18 ઓગસ્ટ, 2026 :Establishment of PMU for effective implementation of Scheduled Caste Upliftment Scheme અનુસૂચિત જાતિના લોકોના સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણની દિશામાં ગુજરાત સરકારે મહત્વનું પગલું ભરતાં ‘પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY)’ના અસરકારક અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. આ PMU આ યોજનાના અમલીકરણની સાથે સાથે તેના મોનિટરિંગ, સંકલન અને મૂલ્યાંકનને વધુ વ્યવસ્થિત તેમજ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ત્વરિત પગલું ભરી રાજ્ય કક્ષાએ PMUની સ્થાપના તથા તેના માટે એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ આ રાજ્ય કક્ષાના PMUમાં State Social Justice Lead તેમજ State Social Justice Coordinatorsનો સમાવેશ કરવામાં આવશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વમાં વિભાગે ભારત સરકારની ગાઇડલાઇન્સ તથા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકની દરખાસ્ત મુજબ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના તથા તેના માટે પસંદગી સમિતની રચના કરવા માટે ગત 06 ઑગસ્ટ, 2026ના રોજ ઠરાવ કર્યો છે. PMU તરીકે આ નવી વ્યવસ્થાથી PM-AJAY હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરીની નિયમિત દેખરેખ, વિભાગો વચ્ચે વધુ સારૂ સંકલન અને યોજનાઓની પ્રગતિનું વ્યવસ્થિત મૂલ્યાંકન શક્ય બનશે. આનાથી યોજનાના ઉદ્દેશોને વધુ અસરકારક રીતે પાર પાડી શકાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular