1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છ કોંગ્રેસના નેતાને મારવાના 40 વર્ષ જુના કેસમાં તત્કાલિન SP કૂલદીપ શર્માને 3 માસની કેદ
કચ્છ કોંગ્રેસના નેતાને મારવાના 40 વર્ષ જુના કેસમાં તત્કાલિન SP કૂલદીપ શર્માને 3 માસની કેદ

કચ્છ કોંગ્રેસના નેતાને મારવાના 40 વર્ષ જુના કેસમાં તત્કાલિન SP કૂલદીપ શર્માને 3 માસની કેદ

0
Social Share
  • ભૂજ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો,
  • કચ્છ કોંગ્રેસના અગ્રણી ઈભલા શેઠને અપમાનિત કરાયા હતા
  • એક કોન્સ્ટેબલને નિર્દોષ છોડી મુકાયો

અમદાવાદઃ કચ્છના કોંગ્રેસના નેતા ઈભવા શેઠને અપમાનિત કરીને માર મારવાના 40 વર્ષ જુના કેસમાં તત્કાલિન એસપી કૂલદીપ શર્માને ભૂજની સેશન્સ કોર્ટે ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે. આ કેસમાં ચાર પોલીસ કર્મચારીઓ સામે આરોપ હતો. જેમાં બે કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે એક કોન્સ્ટેબલને કોર્ટે નિર્દોષ છોડી મુક્યો હતો.

કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમને 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસવડાની કચેરીમા મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસની સુનાવણી આખરે ગઈકાલે અંતિમ તબક્કે પહોંચી હતી. આ કેસનો આજે ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો હતો. જેમાં કુલદીપ શર્માને દોષી જાહેર કર્યા હતા. સહ આરોપી પીએસઆઇ બિશ્નોઈ અને બી એન ચૌહાણ મૃત્યુ પામ્યા છે, જ્યારે ત્રીજા પોલીસકર્મીને દોષમુક્ત જાહેર કરાયા હતા.

કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં તત્કાલીન ઉચ્ચ અધિકારી અને પોલીસ કર્મીઓએ દ્વારા માર મારવા અને અપમાનિત કરવાના કેસમાં લાંબી લડત બાદ આખરે ભુજની સેશન્સ કોર્ટમાં ચુકાદો આવતા આ કેસના ફરિયાદી મરહુમ ઇભલા શેઠના પુત્ર ઇકબાલ મંધરાએ કોર્ટ પરિસરમાં ન્યાયકોર્ટના આદેશને આવકારી ખુશી વ્યક્ત કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે 40 વર્ષ જૂના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રક્રિયાના અંતે આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા તેનાથી સંતોષ થયો છે.

આ કેસની હકીકત એવી હતી કે, અબડાસાના મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા શેઠ નલિયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોંવિંદજી જોષી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા. એ દરમિયાન જે તે વખતના એસપી કુલદીપ શર્માએ તેમનું અપમાન કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર મરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઈભલા શેઠને ઇજા પહોંચી હોઈ તેમની સાથે ડેલિગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના એડવોકેટ એમ.બી.સરદારને રોકી ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code