
- રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરાયુ,
- વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી,
- 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાનું ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ મળશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. તેમજ આજે 8 ઓગસ્ટથી તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે. ચોમાસુ સત્ર અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી હતી. તેમજ જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.
ચોમાસુ સત્ર દરમિયાન ધારાસભ્યો 20 ઓગસ્ટ સુધી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી સુધારા વિધેયક આ બંને વટહુકમ પણ વિધાનસભામાં રજૂ થશે. કામકાજ સલાહકાર સમિતિની મીટીંગ 6 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવશે. જેમાં બાકીના વિગતવાર કામોની ચર્ચા કરવામાં આવશે. આ અંગેની માહિતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સત્રમાં વિવિધ સરકારી વિધેયકો અને રાજ્યના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.