1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સવાર ત્રણ યુવાનો પટકાતા કન્ટેનરે અડફેટે લીધા
સુરતમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સવાર ત્રણ યુવાનો પટકાતા કન્ટેનરે અડફેટે લીધા

સુરતમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સવાર ત્રણ યુવાનો પટકાતા કન્ટેનરે અડફેટે લીધા

0
Social Share
  • રોડ પરના ખાડાને લીધે બાઈક સ્લીપ થયા ત્રણ યુવાનો પટકાયા,
  • કન્ટેનરની અડફેટે એકનું મોત. બેને ગંભીર ઈજા,
  • અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

સુરતઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના પાપે રોડ પર પડેલા ખાડાનો ભોગ વાહનચાલકો બની રહ્યા છે, શહેરના અમરોલી વિસ્તારમાં રોડ પર ખાડાને કારણે બાઈક સ્લીપ થતા બાઈકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. તે દરમિયાન પૂરફાટ ઝડપે પાછળ આવતા કન્ટેનરે રોડ પર પટકાયેલા ત્રણેય યુવાનોને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અમરોલી પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરતના એજણ વિસ્તારમાં 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ પરિવાર સાથે રહેતો હતો અને લાદી સ્ટાઇલનું મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે શંભુનાથ યાદવ તેના મિત્ર વિકાસ સાથે કડિયાકામ  કરવા માટે ગયો હતો. સાંજના સમયે વિકાસ પોતાની બાઈક પર શંભુનાથ અને અન્ય એક સોનું નામના યુવકને લઈને પરત ફરી રહ્યો હતો. બાઈક પર સવાર થઈને ત્રણેય યુવાનો જહાંગીર વરિયાવ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા, એ દરમિયાન જહાંગીરપુરાથી અમરોલી તરફ આવતા ડીડી સ્પોર્ટ્સ સર્કલ પાસે પહોંચતાં અચાનક રોડ પર ખાડો આવતા બાઈક સ્લીપ થતા ત્રણેય રોડ પર પટકાયા હતા. દરમિયાન પાછળથી આવતા એક કન્ટેનરનાં પૈડાં ત્રણેય પર ચડી ગયાં હતાં. એમાં શંભુનાથના માથે ટાયર ફરી મળતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

આ અકસ્માતના બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં તાત્કાલિક ટીમ પહોંચી તપાસ કરતાં શંભુનાથને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે વિકાસને હાથ અને અન્ય ભાગ પર બીજાઓ પહોંચી હતી, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં વિકાસને હાથના ભાગે ફેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે અન્ય એક સોનું નામના યુવકને કોણીના ભાગે ઈજા થઈ હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે વિકાસ દ્વારા કન્ટેનરના ડ્રાઇવર બેચેન પાછુ યાદવ સામે અકસ્માતની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જોકે આ સમગ્ર ઘટના ખાડાને કારણે બની હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ જવા પામી છે. હાલ તો આ બાબતે અમરોલી પોલીસ દ્વારા અકસ્માતની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code