1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે
ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

0
Social Share
  • પરપ્રાંતના પ્રવાસીઓને ફીઝીકલ પ્રક્રિયામાં સમય બગાડવો નહીં પડે,
  • ટ્રાયલ રન સફળ થતાં હવે આવતા મહિનાથી સુવિધા અમલમાં આવશે,
  • બહારના પ્રવાસીઓએ આધારકાર્ડ, ઓળખના દસ્તાવેજો ઓનલાઈન આપવા પડશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે શરાબની પરમિટના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ ઓનલાઈન મળી રહે તે માટે ખાસ મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે જેનું પરિક્ષણ સફળ થયુ છે અને આગામી મહિનેથી તે અમલી બનવાની શકયતા છે. એટલે કે ગુજરાત બહારના પ્રવાસીઓ પોતાના આધારકાર્ડ સહિતના પુરાવા આપીને મોબાઈલ ફોન પર ઓનલાઈન પરમિટ મેળવી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા  શરાબની પરમિટ આપવા માટે મોબાઈલ એપની ટ્રાયલ રન સફળ રહી છે. અને જેનો અમલ એકાદ-બે સપ્તાહમાં શરૂ કરી દેવાનો ટારગેટ છે. ગુજરાતના પ્રવાસે આવતા બહારના લોકો પોતાના મોબાઈલ પર અંગ્રેજી, હિન્દી તથા ગુજરાતમાં મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકશે. દારૂની ઓનલાઈન પરમીટ માટે પ્રવાસીએ મોબાઈલ એપમાં આધારકાર્ડ જેવા ઓળખના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને તેના આધારે ઓનલાઈન પરમીટ મળી જશે. ત્યારબાદ પ્રવાસી કોઈપણ દારૂની અધિકૃત દુકાનેથી ખરીદી કરી શકશે. ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.ગીફટ સીટીમાં પરમીટ હોલ્ડરો પણ તેનો ઉપયોગ કરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન નિયમો હેઠળ પ્રવાસીએ શરાબ મેળવવા અધિકૃત દુકાને જઈને ફોર્મ ભરવાની સાથોસાથ જરૂરી દસ્તાવેજ સોંપવાનાં હોય છે તેની ચકાસણી બાદ પરમીટ ઈસ્યુ થાય છે.તેમાં ઘણો સમય લાગી જાય છે. નવી સીસ્ટમમાં માત્ર મોબાઈલથી જ પરમીટ ઈસ્યુ થઈ જશે. પ્રવાસી આધારકાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ પાસપોર્ટ અથવા ઓળખ માટે નિયત 10 માંથી કોઈપણ દસ્તાવેજ અપલોડ કરી શકશે. ચકાસણી તથા પરમીટ પણ ઓનલાઈન થઈ જશે.

ગૃહવિભાગના સૂત્રોના કહેવા મુજબ દારૂની પરમિટ માટે હાલ રોકડ અથવા ચલણમાં પેમેન્ટ કરવુ પડે છે તેના બદલે પ્રવાસી યુપીઆઈ અથવા કાર્ડથી પેમેન્ટ કરી શકશે. દારૂની પરમીટ મેળવવામાં ભારે તકલીફ વેઠવી પડતી હોવાની પ્રવાસીઓની રજુઆત બાદ નવી સીસ્ટમ વિકસાવવામાં આવી છે.ગીફટ સીટીનાં પરમીટ હોલ્ડરો માટે પણ પ્રક્રિયા સરળ કરાઈ છે.જેમાં તેઓએ નોકરી કરતી કંપનીઓના પ્રમાણપત્રની જોગવાઈ રદ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code