
ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના રૂ. 40 કરોડની એડવાન્સ રિલીઝની કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હીઃ ત્રિપુરામાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમજ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ત્રિપુરામાં ભારે વરસાદને પગલે ચારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી શરુ કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે અગાઉથી રૂ. 40 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે.
X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે NDRFની 11 ટીમો, સેનાની 3 ટુકડીઓ અને કેન્દ્ર દ્વારા તૈનાત ભારતીય વાયુસેનાના 4 હેલિકોપ્ટર પહેલાથી જ રાજ્ય સરકારને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં મોદી સરકાર ત્રિપુરાની અમારી બહેનો અને ભાઈઓ સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે.
#TripuraFloods #DisasterRelief #NDRF #SDRF #FloodRelief #AmitShah #PMModi #TripuraRelief #DisasterManagement #IndiaInCrisis #EmergencyResponse #FloodSituation #RescueOperations #GovernmentAid #TripuraFloods2024 #ReliefEfforts