Homeગુજરાતીગુજરાતખાંડની સંગ્રહખોરી રોકવા માટે પુરવઠા વિભાગે સ્ટોકલિમીટની તપાસ શરૂ કરી

ખાંડની સંગ્રહખોરી રોકવા માટે પુરવઠા વિભાગે સ્ટોકલિમીટની તપાસ શરૂ કરી

ગાંધીનગર, 29 ઓગસ્ટ, 2026 : Stock limit check against sugar hoarding ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. પુરવઠા કરતા માગ વધી રહી છે. તેના કારણે કેટલાક વેપારીઓ દ્વારા ખાંડનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આથી સંગ્રહખોરીને ડામવા માટે નિયામકની કચેરી અન્ન અને નાગરિક પુરવઠાની તપાસ ટીમ દ્વારા  રાજકોટમાં ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટોકપત્રક સાથે હાજર જથ્થાનું મેળવણું કરી સ્ટોક ૪૦૦૦ ક્વિન્ટલની મર્યાદામાં છે કે નહીં તે તપાસવામાં આવી હતી. તથા ખાંડનો જથ્થો એક માસથી વધારે સમયથી સંગ્રહ કરવામાં આવેલ નથી તેની તપાસ કરવામાં આવી હતી.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ખાંડના તમામ વેપારીઓ અને ડીલરોને ભારત સરકારના પોર્ટલ https://foodstock.dfpd.gov.in પર નિયમિત રીતે ખાંડનો જથ્થો અપલોડ કરવા સૂચના આપી છે. પુરવઠા વિભાગના સઘન ચેકિંગથી ખાંડની કાળાબજારી અને સંગ્રહખોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ખાંડના વધતા ભાવ પર અંકુશ મેળવવાના સરકારના નીતિગત પગલાં બાદ ખાંડના ભાવમાં નરમ વલણ નોંધાયું છે. આ દરમિયાન ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રમમાં લાવવા પુરવઠા વિભાગની ટીમ દ્વારા સમગ્ર રાજ્યમાં ખાંડ સ્ટોક લિમિટની તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular