1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોરબીમાં હેડ કોન્સ્ટેબલને રૂપિયા 2.35 લાખની લાંચ લેતા ACBએ પકડાયો
મોરબીમાં હેડ કોન્સ્ટેબલને રૂપિયા 2.35 લાખની લાંચ લેતા ACBએ પકડાયો

મોરબીમાં હેડ કોન્સ્ટેબલને રૂપિયા 2.35 લાખની લાંચ લેતા ACBએ પકડાયો

0
Social Share
  • હેડ કોન્સ્ટેબલે ગુનો ન નોંધવા માટે લાંચની માગણી કરી હતી,
  • ACBએ આરોપી હેડ કોન્સ્ટેબલને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી,
  • હેડ કોન્સ્ટેબલ લાંચ કેસમાં પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ

મોરબીઃ રાજ્યમાં લાંચના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં એક હેડ કોન્સ્ટેબલ રૂપિયા રૂપિયા 2.35 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો છે. આરોપી હેડ કોન્સ્ટેબલે એક અરજીમાં ફરિયાદ ન નોંધવા માટે લાંચની માગણી કરી હતી. આથી આ અંગે એસીબીને જાણ કરાતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. અને લાંચ લેતા હેડ કોન્સ્ટેબલને એસીબીએ રંગેહાથ પકડી પાડ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને ગઇકાલે તા4 જૂનના મોડી સાંજે અરજદાર પાસેથી દલવાડી ચાર રસ્તા પાસે આવેલા સુરેશ પાન પાર્લરની બાજુમાં લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. નહેરુ ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશએ પ્લોટની ખરીદીના કેસમાં ખોટી અરજી નોંધવામાં આવી હતી તે અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી એસીબીની ટીમ દ્વારા તેને મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

આ કેસમાં અરજદાર ફરિયાદીએ તા.6/9/24ના રોજ મોરબીના નાની વાવડી ગામે પ્લોટની ખરીદ કરી હતી. જેને લઇ નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ માટે અરજદાર પાસેથી 2.50 લાખની લાંચ માંગી હતી. તે પૈકીનાં 2.35 લાખ રૂપિયા સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ લાંચની રકમ સ્વીકારવામાં અન્ય કોઈ અધિકારી હેડ કોન્સ્ટેબલ સાથે સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગતરોજ આ કેસમાં PSI એ.એસ. શુક્લાને પણ પૂછપરછ માટે ACB ઓફિસે લઈ જવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code