
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું અને યુદ્ધવિરામ બાદ નાગરિકોને અભિનંદન આપ્યા. પાકિસ્તાને ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગઈકાલે મોડી રાત્રે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા. આ પછી, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે આપણા લશ્કરી હથિયારો ઉડાવી દીધા છે. લશ્કરી અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે ભારતીય હુમલામાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પોતાના સંબોધનમાં આર્મી ચીફ આસિફ મુનીરની પ્રશંસા કરી છે. તેમને કહ્યું કે હું જનરલ મુનીરનો આભાર માનું છું.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે અને કરારનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. સેનાને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે તેના પર નજર રાખી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપતા મોટી કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનમાં આતંકીઓના અનેક ઠેકાણો નષ્ટ કરી દીધા છે અને પાકિસ્તાનની કમર તોડી નાખી છે.
ઉલ્લેખનીય છે કે વળતો પ્રહાર પાકિસ્તાન દ્વારા ભારતના અનેક વિસ્તારમાં ડ્રોન વળે હુમલા કરવામાં આવ્યા હતા પણ ભારતીય જવાનોએ તમામ ડ્રોન તોડીને પાડીને હુમલાને નિષ્ફળ બનાવી દીધા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો હતો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પણ માત્ર 4 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકોમાં જ પાકિસ્તાને ફરી પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. પાકિસ્તાને LoC પર ગોળીબાર કર્યો છે, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાને જમ્મુના ઘણા વિસ્તારોમાં ગોળીબાર કર્યો. પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો. પાકિસ્તાને ઉધમપુર, અખનૂર, નૌશેરા, પૂંછ, રાજૌરી, મેંધર, જમ્મુ, સુંદરબની, આરએસ પુરા, અરનિયા અને કઠુઆના વિસ્તારોમાં ભારે ગોળીબાર શરૂ કર્યો.