1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, પખવાડિયામાં 12700 વાહનચાલકો દંડાયા
ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, પખવાડિયામાં 12700 વાહનચાલકો દંડાયા

ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, પખવાડિયામાં 12700 વાહનચાલકો દંડાયા

0
Social Share

ગાંધીનગર, 16 માર્ચ 2026: Traffic police drive  શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા એક પખવાડિયાથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં 15 દિવસ દરમિયાન ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 2000થી વધુ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ આખી ડ્રાઈવ દરમિયાન કુલ 12 લાખ રૂપિયાનો દંડ વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો સામે ઝૂંબેશ હાથ ધરવામા આવી હતી. જેમાં સૌથી વધુ કેસો હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓના જોવા મળ્યા હતા, જેમાં 861 વાહનચાલકો પાસેથી 4,23,600 રૂપિયાનો દંડ લેવાયો હતો, માત્ર હેલ્મેટ જ નહીં, પણ અન્ય નિયમો માટે પણ પોલીસે લાલ આંખ કરી હતી, ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 63 અને દહેગામમાં 35 લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાયા હતા. કુલ 139 લોકો પાસેથી રૂપિયા 1,85,000 રૂપિયા વસૂલાયા છે, વાહનોમાં સફેદ LED લાઈટ લગાવવા બદલ કુલ 29 કેસ કરાયા હતા.  જેમાંથી 27 કેસ તો એકલા પેથાપુરમાં કરવામાં આવ્યા છે, ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા બદલ 168 કેસો કરીને 92,100 રૂપિયાનો દંડ લેવાયો છે.

આ ઉપરાંત ગાડીના કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ લગાવવા બદલ 604 કેસ કરીને 2,80,000 રૂપિયા વસૂલાયા હતા,રોંગ સાઈડમાં ગાડી ચલાવતા 139 લોકો પાસેથી પણ 1,85,000 રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે. જાહેર રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા 710 વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી,આ ઉપરાંત, નંબર પ્લેટ વગરના વાહનો અને ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડતા વાહનોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

વિસ્તાર મુજબ જોઈએ તો ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળ સૌથી વધુ 1242 કેસ થયા હતા અને ત્યાંથી 7,60,600 રૂપિયાનો દંડ વસૂલાયો હતો,આ ડ્રાઈવમાં સેક્ટર-21, ઇન્ફોસિટી, અડાલજ, કલોલ અને દહેગામ જેવા વિસ્તારોમાં પણ ટ્રાફિક પોલીસે કડક તપાસ હાથ ધરી હતી.(File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code