1. Home
  2. ગુજરાતી
  3. TRAIએ SMS ટ્રાફિક માટે વ્હાઇટલિસ્ટેડ URLs, APKS અથવા OTT લિંક્સને અનિવાર્ય કર્યાં
TRAIએ SMS ટ્રાફિક માટે વ્હાઇટલિસ્ટેડ URLs, APKS અથવા OTT લિંક્સને અનિવાર્ય કર્યાં

TRAIએ SMS ટ્રાફિક માટે વ્હાઇટલિસ્ટેડ URLs, APKS અથવા OTT લિંક્સને અનિવાર્ય કર્યાં

0
Social Share

નવી દિલ્હીઃ સંદેશાઓમાં URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર)ના દુરુપયોગને રોકવા માટેના એક મોટું પગલું ભરતા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 20મી ઓગસ્ટ 2024ના રોજ એક નિર્દેશ જારી કરીને તમામ એક્સેસ પ્રદાતાઓને URL, APK (Android પેકેજ) કે OTT (ઓવર ધ ટોપ) લિંકવાળા કોઈ પણ ટ્રાફિકને બ્લોક કરે, જેને વ્હાઇટલિસ્ટ કરવામાં આવ્યા નથી. આ દિશાનિર્દેશ 1લી ઓક્ટોબર 2024 સુધીમાં લાગુ કરવામાં આવશે.

URL ધરાવતા SMS ટ્રાફિકના સરળ પ્રવાહની ખાતરી કરવા માટે, TRAI રજિસ્ટર્ડ પ્રેષકોને તેમના વ્હાઇટલિસ્ટેડ URL/APK/OTT લિંક્સને સંબંધિત એક્સેસ પ્રદાતાઓના પોર્ટલ પર તાત્કાલિક અપલોડ કરવાની સલાહ આપી છે. અત્યાર સુધીમાં, 3,000થી વધુ નોંધાયેલા પ્રેષકોએ 70,000થી વધુ લિંક્સને વ્હાઇટલિસ્ટ કરીને આ જરૂરિયાતનું પાલન કર્યું છે. જે પ્રેષકો નિયત તારીખ સુધીમાં તેમની લિંક્સને વ્હાઇટલિસ્ટ કરવામાં નિષ્ફળ જાય છે તેઓ URL/APK/OTT લિંક્સ ધરાવતા કોઈપણ સંદેશાઓ ટ્રાન્સમિટ કરી શકશે નહીં.

TRAI દ્વારા આ પહેલ પારદર્શક અને સુરક્ષિત સંચાર પ્રણાલીને ઉત્તેજન આપતી વખતે દૂષિત લિંક્સ ધરાવતા અણગમતા સંદેશાઓથી ગ્રાહકોને બચાવવા માટે બનાવવામાં આવી છે. આ નવા નિયમોનું પાલન કરીને, એક્સેસ પ્રદાતાઓ અને નોંધાયેલા પ્રેષકો બંને વધુ વિશ્વસનીય અને સલામત મેસેજિંગ વાતાવરણ બનાવવામાં મદદ કરી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code