1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનમાં સાગમટે 108 IAS અધિકારીઓની બદલી
રાજસ્થાનમાં સાગમટે 108 IAS અધિકારીઓની બદલી

રાજસ્થાનમાં સાગમટે 108 IAS અધિકારીઓની બદલી

0
Social Share
  • 20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ અપાયો
  • સનદી અધિકારીઓની બદલીની લાંબા સમયથી રાહ જોવાતી હતી

જયપુરઃ રાજસ્થાન સરકારે 108 સનદી અધિકારીઓ (IAS)ની બદલી કરી છે.  સરકાર દ્વારા 96 આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 10 આઈએએસને નવો ચાર્જ અને 20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઘણા સમયથી બદલીઓની અટકળો ચાલી રહી હતી. રાજ્ય સરકારના કર્મચારી વિભાગે મોડી રાત્રે આ અંગે આદેશ જારી કર્યો હતો. આ અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શુભ્ર સિંહની રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમ (રોડવેઝ)ના અધ્યક્ષ પદ પર બદલી કરવામાં આવી છે.

IAS શ્રેયા ગુહાને અધિક મુખ્ય સચિવ (પરિવહન)થી અધિક મુખ્ય સચિવ (ગ્રામીણ વિકાસ) તરીકે, ભાસ્કર આત્મારામને અગ્ર સચિવ (ફૂડ)માંથી અગ્ર સચિવ (પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ) તરીકે બદલી કરવામાં આવી છે. જે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ગાયત્રી રાઠોડ, અશ્વિની ભગત, રાજેશ યાદવ, હેમંત ગેરા, વૈભવ ગલારિયા અને ટી રવિકાંતનો સમાવેશ થાય છે.

સરકારે ઝુંઝુનુ, જાલોર, ચુરુ, અજમેર સહિત ઘણા જિલ્લાઓમાં નવા જિલ્લા કલેક્ટરોની નિમણૂંક કરી છે. રાજ્ય સરકારે ઉદ્યોગ વિભાગમાં સ્પેશિયલ ઓફિસરની પોસ્ટ પર પોસ્ટિંગ (APO)ની રાહ જોઈ રહેલા 10 IAS અધિકારીઓની નિમણૂક કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code