Homeગુજરાતીગુજરાતપોલીસ વિભાગના 415 કર્મચારી પતિ-પત્નીની એક જ સ્થળે બદલીઓ

પોલીસ વિભાગના 415 કર્મચારી પતિ-પત્નીની એક જ સ્થળે બદલીઓ

ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : 415 police personnel couples transferred to the same location ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 415 પોલીસ કર્મચારીઓની પતિ-પત્ની કેસને ધ્યાનમાં રાખીને સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ કર્મચારીઓની પારિવારિક પરિસ્થિતિને ધ્યાને લઈ આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

પોલીસ કર્મચારીઓની ફરજની સાથે તેમના પરિવારજનો અને દાંપત્ય જીવનને પણ મહત્વ આપીને કરવામાં આવેલી આ બદલીમાં વિવિધ 6 કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

જેમાં બિનહથિયારી અને હથિયારી ASIના 27, બિનહથિયારી અને હથિયારી હેડ કોન્સ્ટેબલના 33, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલના 226 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કેડરના 129 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમ, કુલ 415 પોલીસ કર્મચારીઓની પતિ-પત્ની કેસ હેઠળ સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે.

પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન કર્મચારીઓને ઘણી વખત પરિવારથી દૂર રહેવાની ફરજ પડે છે. અલગ-અલગ જિલ્લા કે એકમમાં ફરજ બજાવવાના કારણે પતિ-પત્ની બંને સરકારી સેવામાં હોવા છતાં એકબીજાથી દૂર રહેવાની સ્થિતિ ઊભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં પરિવાર, સંતાનો અને અન્ય પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલી ના પડે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બાબતોને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા દ્વારા પતિ-પત્ની કેસમાં બદલી માટે કરવામાં આવેલી સ્વવિનંતીઓને સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી હતી. તેના પરિણામે વિવિધ કેડરના કુલ 415 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.  આ નિર્ણયથી પોલીસ કર્મીઓને પોતાની ફરજ અને પરિવાર વચ્ચે વધુ સારું સંતુલન જાળવવામાં મદદ મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular