Homeગુજરાતીગુજરાતફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા 30 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ, નકલી દવાનો...

ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા 30 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ, નકલી દવાનો જથ્થો પકડાયો

ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : Inspections conducted at 30 medical stores; stock of counterfeit medicines seized. રાજ્યના નાગરિકોને જીવનજરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

તંત્રને માહિતી મળી હતી કે J.B. Chemicals & Pharmaceuticals Ltd., ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે અમદાવાદ અને અન્ય સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તંત્ર દ્વારા 30થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી છે.તપાસ હજુ પણ ચાલુ છે. તપાસ દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી J.B. Chemical & Pharmaceutical Limited, Bharuchના નામે દર્શાવાયેલી NICARDIA RETARD 10 TABLETS, Batch No. ACG25007નો જથ્થો મળી આવ્યો હતો. આ દવાના કુલ 660 ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરી તેનું પરીક્ષણ કરવા માટે મોકલી આપવામાં આવ્યું છે.

પાર્શ્વ મેડીકલ  એજન્સી, પાલડી, અમદાવાદથી Apex Pharma Agency, Bhavnagar મારફતે રોટરી ટીમ્બી મેડીકલ સ્ટોર્સ, ટીમ્બી જી: ભાવનગર ને સપ્લાય કરવામાં આવેલ ઉક્ત દવાની  590 Tablets ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયા છે.

આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે અને સંબંધિત જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ બેચની Nicardia Retard 20 Tablets, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 તથા Nicardia Retard 10 Tabletsનો સમાવેશ થાય છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ. 1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો નિયત નમૂના હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ બાબતે અમદાવાદ ,સુરત તથા ભુજ ખાતેની પણ અન્ય પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular