ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : Food inspection at hotels and restaurants રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લવારપુર તેમજ ચિલોડા -હિંમતનગર હાઇવે પરની કુલ ૦૮ હોટલ-રેસ્ટોરન્ટ ની “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” હેઠળ તપાસ કરવામાં આવી હતી. અને 23 કિલો અખાદ્ય વસ્તુઓના નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 5 હોટલના સંચાલકોને “ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬” હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટીસ ફટકારવામાં આવી છે.
રાજયના ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ચિલોડા-હિમતનગર હાઈવે પરની હોટલો અને ધાબાના ચેકિંગ દરમિયાન ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. સેનીટેશન અને હાઇજીનીક જોગવાઇ મુજબના શિડ્યુલ-૪ ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન સેનિટેશન તેમજ હાઈજીનિક કન્ડિશન અન્વયે માલુમ પડેલ ક્ષતિઓ અન્વયે તે પૈકીની ૦૫ હોટલ રેસ્ટોરન્ટ ૧. ગુજરાત ઢાબા, લવારપુર ૨.જય ભવાની કાઠીયાવાડી ઢાબા,લવારપુર ૩.હોટલ બ્લ્યુ રોક, લવારપુર હાઇવે, મોટા ચિલોડા ૪. સ્વસ્તિક હોટલ, શિહોલી ૫. અભિનંદન ફાસ્ટફુડ, મોટા ચિલોડા ને “ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬” હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવી છે.
આ પેઢીઓ માં ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ બાદ પણ જો સુધારો નહીં જણાય તો આગળની સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત અન્ય પેઢીઓ ૧.પુરોહિત દાલબાટી ૨.ઇન્ફીનીટી ફુડ કોર્ટ તથા ૩.ઝીબ્રાતા ફુડ કોર્નરની પણ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. વધુંમા પુરોહિત દાલબાટી ખાતેથી દાળ તથા સેવ ટામેટાનું શાક ના નમુનાઓ તેમજ ગુજરાત ઢાબા ખાતેથી રીંગણનું ભડથું તેમજ પુલાવ ના નમુનાઓ લેવામાં આવેલ છે જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત હોટલમાંથી બિનઆરોગ્યપ્રદ સ્થિતીમાં રહેલ ખાદ્યચીજનો ૧૦ કિગ્રા જય ભવાની કાઠિયાવાડી ઢાબામાંથી આશરે ૦૫ કિગ્રા ચટણી તથા ભાજી તેમજ સ્વસ્તિક હોટલ માંથી સીઝનીંગ મસાલા, પેરી પેરી પાવડર તેમજ બ્લેક પીંપર પાવડર નો આશરે ૦૮ કિગ્રા જથ્થો નાશ કરાવાવામાં આવેલ છે આમ, કુલ આશરે રુ ૪૩૦૦- નો ૨૩ કિગ્રા જથ્થો પણ નાશ કરાવવામાં આવ્યો હતો.


