
ડિનર માટે અજમાવો 7 પ્રકારના વેજ કટલેટ, સ્વાદ સાથે પોષણમાં પણ સુપરહિટ
આજકાલ લોકો ડિનરમાં હલકો, ટેસ્ટી અને પોષક ખોરાક પસંદ કરે છે. આવી સ્થિતિમાં વેજ કટલેટ એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે. વિવિધ શાકભાજી અને અનાજથી બનેલા કટલેટ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. પોષણવિદોના જણાવ્યા મુજબ, જો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો આ કટલેટ્સમાં ફાઇબર, વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
નિષ્ણાતોના મતે, આ કટલેટ્સ બાળકો થી લઈને વડીલો સુધી સૌ માટે યોગ્ય છે. ખાસ કરીને લીલા વટાણા, ગાજર, મકાઈ, પાલક, રાજમા, ચણા અને સોયાબીનથી બનેલા કટલેટ સ્વાદ સાથે આરોગ્યને પણ મજબૂત બનાવે છે.
આજકાલ રેસ્ટોરન્ટ્સમાં પણ મિક્સ વેજ કટલેટ, પાલક કટલેટ, મકાઈ-ચીઝ કટલેટ, ઓટ્સ કટલેટ, પનીર કટલેટ, રાજમા કટલેટ અને બીટરૂટ કટલેટ જેવા અનેક વિકલ્પ સરળતાથી મળી જાય છે. રસોઈ નિષ્ણાતોનું માનવું છે કે તળવાના બદલે શેલો ફ્રાય અથવા એરફ્રાય કરીને તેને વધુ હેલ્ધી બનાવી શકાય છે.