સુરેન્દ્રનગર, 10 જુન, 2026 : Two bikers die after being hit by unknown vehicle અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલાના સાંગાણી ગામ નજીક બળદેવ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બન્ને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી જેથી 108 મારફત ચોટીલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં મયુરને મૃત જાહેર કરાયો હતો. જ્યારે જતિનની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં ટૂંકી સારવારમાં જતિનનું પણ મોત નીપજ્યું હતું. હીટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટમાં રામાપીર ચોક નજીક રહેતા જતિન રણછોડભાઈ ભલસોડ (ઉં.વ.27) અને મયુર ભવાનભાઈ ભલસોડ (ઉં.વ.25) ગઈકાલે સાંજે 6.30 વાગ્યાં આસપાસ બાઈક લઇ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા પીપળીધામ જવા નીકળ્યા હતા અને રાત્રે મંદિરે રોકાયા હતા બાદ વહેલી સવારે રામદેવપીરના દર્શન કરી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યારે વહેલી સવારે 5 વાગ્યાં આસપાસ ચોટીલાના સાંગાણી ગામ નજીક બલદેવ હોટલ પાસે પહોંચ્યા ત્યાં અચાનક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બન્ને યુવાનો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી 108 મારફત ચોટીલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં મયુરને મૃત જાહેર કરાયો હતો. જ્યારે જતિનની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં ટૂંકી સારવારમાં જતિનનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


