1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતના 2 બનાવમાં મહિલા સહિત બેનાં મોત
જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતના 2 બનાવમાં મહિલા સહિત બેનાં મોત

જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતના 2 બનાવમાં મહિલા સહિત બેનાં મોત

0
Social Share

જામનગર, 26 ફેબ્રુઆરી 2026:  જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા અકસ્માતના બે બનાવમાં મહિલા સહિત બેનાં મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ મોડપર ગામના પાટીયા પાસે બન્યો હતો રોડ ક્રોસ કરી રહેલા 70 વર્ષીય મહિલાનું કારની અડફેટે મોત નિપજ્યું હતું.  જ્યારે અકસ્માતના બીજા બનાવમાં જામનગર-લાલપુર ધોરી માર્ગ પર ધરમપુર ગામના પાટીયા પાસે બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા પોરબંદર પંથકના વતની દેશુરભાઈ જીવાભાઇ મોરી (50) ને કોઈ અજાણ્યા ફોરવ્હીલના ચાલકે અડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર રાજકોટ હાઇવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ધ્રોલ તાલુકાના દેડકદડના રહેવાસી રંભીબેન માધાભાઈ સાડમિયા નામના 70 વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ એક દુકાનેથી ઘર વખરીનો સામાન ખરીદ કરીને પોતાના ઘેર પરત જવા માટે મોડપર ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ જી.જે.3 પીડી 8567 નંબરની ફોરવહીલના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર ઇજા થવાના કારણે તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ધીરુભાઈ માધાભાઈએ કારના ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 અકસ્માતનો બીજો બનાવ જામનગર-લાલપુર ધોરી માર્ગ પર ધરમપુર ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા પોરબંદર પંથકના વતની દેશુરભાઈ જીવાભાઇ મોરી (50) ને કોઈ અજાણ્યા ફોરવ્હીલના ચાલકે અડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે. મૃતકના પત્ની રંભીબેન દેશુરભાઈ મોરીએ લાલપુર પોલીસ મથકનો સંપર્ક સાધી, ફરિયાદ નોંધાવતા ધ્રોળના પીએસઆઇએ મૃતદેહનો કબજો સંભાળી આ અકસ્માતમાં વધુ તપાસ હાથ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code