
- અકસ્માતમાં બંનેના મૃતદેહ ટ્રેલરમાં જ ફસાઇ જતા મહામહેનતે બહાર કાઢાયા,
- અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા,
- પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી,
પાલનપુરઃ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે પાથાવાડા-ગુંદરી હાઈવે પર બે ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા-ગુંદરી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિનું મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાંથાવાડા ગુંદરી હાઇવે પર આજે બુધવારે વહેલી સવારે બે ટ્રેલર ટ્રક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જોકે, બંનેના મૃતદેહ ટ્રેલરમાં જ ફસાઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતદેહોને ટ્રેલરની બહાર કાઢ્યા અને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો તેને દૂર કરવામાં આવ્યો હતો. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસ આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.