1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. છોટા ઉદેપુર નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત
છોટા ઉદેપુર નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

છોટા ઉદેપુર નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

0
Social Share

છોટા ઉદેપુર, 17 મે 2026: Two youths on bike killed after being hit by truck  જિલ્લાના વનાર જામલા રોડ પર પથ્થરથી ખીચોખીચ ભરેલી એક ટ્રકના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે બાઈક પર સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, છોટા ઉદેપુર નજીક વનાર જામલા રોડ પર પથ્થરથી ખીચોખીચ ભરેલી એક ટ્રકના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા,  અકસ્માતમાં ભોગ બનનાર બંને મૃતક યુવાનો છોટાઉદેપુરના કાછેલ ગામના રહેવાસી હતા, જેમની ઓળખ નિલેશ રાઠવા અને સંજય રાઠવા તરીકે થઈ છે. બંને યુવાનો પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે વનાર જામલા રોડ પાસે સામેથી આવતી ભારે પથ્થરો ભરેલી ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો અને બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

 છોટા ઉદેપુર વિસ્તારમાં ખાણોના કારણે આ માર્ગો પર સતત દોડતા ઓવરલોડ અને બેફામ વાહનોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. બે આશાસ્પદ આદિવાસી યુવાનોના મોત થતાં સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર અને બેફામ ડ્રાઇવરો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code