1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આજથી તાપમાન વધવા સાથે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં આજથી તાપમાન વધવા સાથે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં આજથી તાપમાન વધવા સાથે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

0
Social Share

અમદાવાદ, 29 માર્ચ 2026: Unseasonal rains forecast in 5 districts  ગુજરાતમાં તાપમાનમાં વધારા સાથે આજથી રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 29 અને 30 માર્ચ એમ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે તા. 29 અને 30 માર્ચના રોજ કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા સાથે વાવાઝોડાની શક્યતા છે. જ્યારે આજે 29મી માર્ચે  કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ. ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની શક્યતા છે. ત્યારબાદથી હવામાન ફરીથી સૂકું રહેશે. તેમજ 2 દિવસ બાદ એટલે કે 2 અને 3 એપ્રિલ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લીધે ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન  30થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code