
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળને આજે અતિ આધુનિક યુદ્ધજહાજ મળવા જઇ રહ્યું છે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ્સથી સજ્જ છે.INS તમાલ યુદ્ધજહાજ વર્ટિકલ લોન્ચિંગ સપાટી પરથી હવામાં વાર કરી શકતી મિસાઇલ ધરાવે છે. યુદ્ધજહાજ એન્ટિ સબમરિન સિસ્ટમથી પણ સજ્જ છે. આ યુદ્ધજહાજ આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે. યુદ્ધજહાજ અતિ આધુનિક રડારથી બચવામાં સક્ષમ સ્ટીલ્થ ફ્રિગેટ યુદ્ધજહાજ છે. યુદ્ધજહાજ લાંબા અંતર સુધી વાર સફર કરવાની ક્ષમતા ધરાવે છે. INS તમાલ રશિયાના કેલિનિનગ્રાડ ખાતે ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થશે.
આ યુદ્ધજહાજ 125 મીટર લાંબુ અને 3900 ટન વજનનું રહેલું છે. તેની પ્રતિકલાક 30 નોટથી વધુની ઝડપ છે. યુદ્ધજહાજ બ્રહ્મોસ મિસાઇલ જેવી ઘાતક ટેકનોલોજીથી સજ્જ છે. જેમાં હેલિકોપ્ટર ઓપરેશન સુવિધાઓ પણ સામેલ છે. નેટવર્ક આધારિત લડાઈ ટેક્નોલોજી પણ છે. આ યુદ્ધજહાજ ભારત-રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. રશિયામાં આ યુદ્ધજહાજ તૈયાર થયું છે. જેમાં 33 ટકા સ્વદેશી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રીવાક વર્ગના ફ્રિગેટ્સની શ્રેણીમાં 8મું અને છેલ્લું યુદ્ધ જહાજ છે. તલવાર અને તેગ વર્ગ કરતાં અત્યાઆધુનિક યુદ્ધજહાજ છે. ભગવાન ઇન્દ્રની પૌરાણિક તલવારથી પ્રેરિત નામ આપવામાં આવ્યું છે. લોગોમાં જાંબવન અને રશિયન ભૂરા રીંછનું મિશ્રણ છે. INSમાં સવાર જવાનો ધ ગ્રેટ બિયર્સ ગણાય છે અને ‘સર્વદા સર્વત્ર વિજય’ જહાજનું સૂત્ર છે..
INS તમાલને પશ્ચિમી નૌસૈનિક કમાનમાં તૈનાત કરવામાં આવશે. જેનાથી અરબ સાગર અને પાકિસ્તાનના કરાંચી બંદર પાસે ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થશે. આ ક્રિવાક-3 ક્લાસના રશિયન યુદ્ધ જહાજના ડિઝાઈન પર આધારિત છે પણ તેને સ્ટેલ્થ અને મલ્ટી-રોલ ક્ષમતા સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. INS તમાલ એક સ્ટીલ્થ અને મલ્ટી રોલ યુદ્ધ જહાજ છે. તે રશિયાથી મળનારી ક્રિવાક ક્લાસ ફ્રિગેટ્સની સિરિઝનું 8મું અને છેલ્લું વોરશિપ જહાજ છે. આ તુષિલ ક્લાસનો ભાગ છે. ભારત આવા બે યુદ્ધજહાજ ગોવા શિપયાર્ડમાં પણ બનાવી રહ્યું છે, જેમાં રશિયાની ટેક્નોલોજીની મદદ મળી રહી છે.