
WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી
નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે.
અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્દ્ર અનુસાર આ રોગ 16 દેશોમાં જોવા મળ્યો છે, જેની સૌથી વધુ અસર કોંગોમાં જોવા મળી છે.
આ રોગ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલા વાયરસને કારણે થાય છે. તેના લક્ષણોમાં તાવ, સ્નાયુમાં દુખાવો અને ચામડી પર ઘા થવા સહિતનો સમાવેશ થાય છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati diagnosis First diagnostic test and approval Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS monkeypox disease Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news who