1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં સિવિલ હોસ્પિટલના 7મા માળે આપઘાત માટે ચડેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું
સુરતમાં સિવિલ હોસ્પિટલના 7મા માળે આપઘાત માટે ચડેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું

સુરતમાં સિવિલ હોસ્પિટલના 7મા માળે આપઘાત માટે ચડેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું

0
Social Share

સુરત, 4 જાન્યુઆરી 2026: Woman rescued after climbing to commit suicide on 7th floor of Civil Hospital in Surat શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં એક મહિલા સાતમાં માળે લિફ્ટના કામ માટે બાંધવામાં આવેલા વાંસ પર ચઢી જઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મજુરા ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સહીસલામત રેસ્ક્યુ કર્યુ હતું.

આ બનાવની વિગત એવી છે કે, એક મહિલાએ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકની તબિયત નાજુક હોવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. પોતાના વહાલસોયા બાળકને આવી હાલતમાં જોઈ માતા ઊંડા આઘાતમાં સરી પડી હતી અને માનસિક સંતુલન ગુમાવતા તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું.  દરમિયાન કોવિડ બિલ્ડિંગમાં હાલ લિફ્ટનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી બહારની તરફ સાતમા માળ સુધી વાંસનું સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું છે. મહિલા આ વાંસ પર ચઢી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ સ્ટાફ અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર અભિષેક ગઢવી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફાયર ઓફિસરોએ મહિલાને નીચે ઉતરવા ઘણી સમજાવી, પરંતુ તે કશું સાંભળવા તૈયાર નહોતી. ફાયરના જવાનો જ્યારે તેની નજીક પહોંચવાનો પ્રયાસ કરતા, ત્યારે મહિલા વાંસ પર આમતેમ ભાગવા લાગતી હતી, જેના કારણે નીચે પડવાનું જોખમ વધી ગયું હતું. અંતે ફાયરના જવાનોએ વ્યુહરચના બનાવી મહિલાને ચારે બાજુથી વાંસ પર ઘેરી લીધી હતી. જવાનોએ અત્યંત સાવધાનીપૂર્વક મહિલાને પકડી પાડી હતી અને તેને વાંસના સહારે નીચે ઉતારી પહેલા માળ સુધી લાવ્યા હતા, જ્યાંથી તેને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી.

ફાયર વિભાગે સફળ રેસ્ક્યુ બાદ મહિલાને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ અને ત્યારબાદ તેના પરિવારને સોંપી હતી. મહિલા સુરક્ષિત હોવાનું જાણી તેના પરિવારે અને હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code