Homeગુજરાતીગુજરાતગુજરાતથી પરપ્રાંતમાં જતી 21 સુપરફાસ્ટ ટ્રેનો હવે 130 કિમીની ઝડપે દોડશે

ગુજરાતથી પરપ્રાંતમાં જતી 21 સુપરફાસ્ટ ટ્રેનો હવે 130 કિમીની ઝડપે દોડશે

અમદાવાદ, 27 ઓગસ્ટ, 2026 : 21 superfast trains will now run at a speed of 130 kmph. દેશમાં કેટલીક સુપરફાસ્ટ ટ્રેનો અને મેલની ગતિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતથી અન્ય રાજ્યોમાં જતા 21 જેટલી સુપરફાસ્ટ ટ્રેનો પ્રતિ કલાક 130 કિમીની ઝડપે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે પ્રવાસીના કલાકોમાં ઘટાડો થશે.

પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સેક્શનમાં દોડતી ગુજરાતની 21 સહિત 23 લોકપ્રિય મેલ અને સુપરફાસ્ટ ટ્રેનોની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપવામાં આવી છે. રેલવેના આ નિર્ણયથી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત વચ્ચે પ્રવાસ કરતા લોકોને પ્રવાસ સમયમાં ઘટાડો થશે. 130 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનો દોડવાથી લાંબા અંતરની મુસાફરી વધુ ઝડપી બનશે. આ ઉપરાંત ટ્રેન નં.19421-22 અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં કોચની સંખ્યા 20ને બદલે 22 કરીને એલએચબી કોચ સાથે 130ની સ્પીડે દોડાવવામાં આવશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના કહેવા મુજબ 130 કિમીની ઝડપે ટ્રેનો દોડાવવા માટે પ્લેટફોર્મની લંબાઈ, મુસાફરોની સલામતી અને કોચની ટેકનિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે. એક એન્જિન અને 22 એલએચબી કોચની ટ્રેન માટે ઓછામાં ઓછું 551 મીટર લાંબું પ્લેટફોર્મ જરૂરી બનશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે એલએસએલઆરડી કોચ ઉપલબ્ધ કરાશે. એચઓજી સિસ્ટમના યોગ્ય સંચાલન માટે એન્જિન, હેડ-ઓન-જનરેશન અને રેક વચ્ચે સંકલન જાળવવા પણ સૂચના અપાઈ છે.

પશ્વિમ રેલવે દ્વારા જે ટ્રેનો 130 કિમીની ઝડપે દોડાવવાનો નિર્ણય લેવામાં આવન્યો છે એમાં 12927-28 દાદર-એકતાનગર સુપરફાસ્ટ, 12971-72 બાંદ્રા-ભાવનગર એક્સ., 19255-56 સુરત-મહુવા સુપરફાસ્ટ, 22945-46 મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ, 12959-60 બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ, 12965-66 બાંદ્રા-ભુજ સાપ્તાહિક, 19259-60 કોચુવેલી-ભાવનગર એક્સ., 20483-84 ભગતકી કોઠી-દાદર સુ.ફા., 14707-08 રણકપુર એક્સપ્રેસ, 14701-02 અમરાપુર અરવલ્લી એક્સ, 20909-10 કોચુવેલી-પોરબંદર સુ.ફા., 12987-98 બાંદ્રા-બાડમેર હમસફર એક્સ., 22901-02 બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ, 22955-56 બાંદ્રા-ભુજ કચ્છ સુ.ફા., 22195-96 ઝાંસી-બાંદ્રા સુપરફાસ્ટ, 16337-38 ઓખા-એર્નાકુલમ એક્સ., 16613-14 રાજકોટ-કોયમ્બતૂર એક્સ., 19203-04 બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક, 19711-12 જયપુર-ભોપાલ એક્સપ્રેસ, 20957-58 ઈન્દોર-હિસાર સુપરફાસ્ટ, 22963-64 બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક, 20951-52 ઓખા-જયપુર સાપ્તાહિક, 19309-10 શાંતિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular