Homeગુજરાતીખોરાકકોમર્શિયલ ગેસ સિલિન્ડર 39 રૂપિયા થયો મોંઘો

કોમર્શિયલ ગેસ સિલિન્ડર 39 રૂપિયા થયો મોંઘો

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો રવિવારથી લાગુ થઈ ગયા છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 39 રૂપિયા વધીને 1691.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે, જે પહેલા 1652.50 રૂપિયામાં મળતી હતી. તે જ સમયે, કોલકાતામાં તેની કિંમત વધીને 1802.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1764.50 રૂપિયા હતી. એ જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસનો ભાવ રૂ. 1605 થી વધીને રૂ. 1644 થયો છે. આ સિવાય ચેન્નાઈમાં આ સિલિન્ડર 1855 રૂપિયામાં ઉપલબ્ધ છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં 803 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img