1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીસાના ટેટોડા ગામની સીમમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેકટરી પકડાઈ
ડીસાના ટેટોડા ગામની સીમમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

ડીસાના ટેટોડા ગામની સીમમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

0
Social Share
  • જિલ્લા એસઓજીએ રેડ પાડીને 105 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો,
  • બનાસડેરીના માર્કાને દૂરોપયોગ કરીને શંકાસ્પદ ઘીનું વેચાણ કરાયુ હતું,
  • પોલીસે ગુનો નોંધીને ત્રણ શખસોની અટકાયત કરી

ડીસાઃ તાલુકાના ટેટોડા ગામની સીમમાં એક ફેકટરીમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યાનું અને ઘીની બોટલો પર બનાસ ડેરી જેવો માર્કાનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવતા હોવાની બાતમી મળતા જિલ્લા એસઓજીએ રેડ પાડીને 105 કિલો શંકાસ્પદ ઘી સહિત રૂ.2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

ડીસા તાલુકો નકલી ઘીના વેચાણ માટે પંકાયેલો છે. ત્યારે ડ્રગ્સ અને ફુડ વિભાગ ઉપરાંત પોલીસ પણ એલર્ટ હોય છે. ત્યારે જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ડીસાના ટેટોડા ગામની સીમમાં આવેલા એક મકાનમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે એસઓજી પોલીસે રેડ પાડી હતા. અને 105 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, બનાસ ડેરીના માર્કાનો દુરપયોગ કરી બનાસકાંઠા જીલ્લામાં તથા ગુજરાતની અલગ અલગ જગ્યાઓએ શંકાસ્પદ ઘીનું વેચાણ કરતા હતા. જિલ્લા એસઓજી પોલીસને ડીસા-ધાનેરા હાઇવે રોડ રમુણ ગામના પાટીયા પાસે આવેલી શ્રીરામ હોટલ નજીક બનાવટી ઘી ના ડબ્બા ભરી સફેદ કલરની સેલેરીયો ગાડી નં.જીજે-08-બીએન-4398 આવતી હોવાની અને ટેટોડા ગામે એક રહેણાંક મકાનમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી મળી હતી જે હકીકતના આધારે શુક્રવારે વહેલી સવારે અંધારામાં ગામથી દૂર એક ખેતરમાં તપાસ કરતાં બાતમીવાળી ગાડીમાંથી બનાસ ડેરીના માર્કાવાળા ધીના 7 ડબ્બા મળી આવ્યા હતા.આથી પોલીસે રુ.54650નું 105 કિલો ઘી,ગાડી તથા ફેક્ટરીમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાની મશીનરી,અન્ય સરસામાન, મોબાઇલ સહીત કુલ રુ.2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસઓજી પોલીસે રામજીભાઇ ઇશ્વરભાઇ ચૌધરી (રહે. ટેટોડા તા.ડીસા), વિજયકુમાર પોપટલાલ મોદી (રહે. જુની જેલ, ચાવડીવાસ,ડીસા) તથા સનીકુમાર પરેશભાઇ હેરૂવાલા (રહે ભાગ-1, ગાયત્રીનગર, ડીસા)ની અટકાયત કરી ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.સાથે આ શંકાસ્પદ ઘીના નમુના માટે ફુડ અને ડ્રગ્સ વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી. અને સેમ્પલ લઇ એફએસએલમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરી હતી.

એસઓજી પીએસઆઇ એસ.આર.જોગરાણાએ જણાવ્યું હતું કે, આરોપીઓ ટેટોડા ગામની સીમમાં ડુપ્લીકેટ ઘી બનાવી તેમજ ઘી બનાવવાના તમામ પ્રકારની મશીનરીની મદદથી બનાસ ડેરીના માર્કાનો દુરપયોગ કરી જીલ્લામાં તથા ગુજરાતની અલગ અલગ જગ્યાઓએ વેચાણ કરી માનવ જીંદગી જોખમાય તેવી પ્રવૃતિ કરતા હતા.ફેકટરીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ઘીના સેમ્પલ હવે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે, જેનાથી તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલા પદાર્થોની ચોક્કસ વિગત સામે આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code