1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભવનેશ્વર ઝૂ દ્વારા સુરતને ભેટમાં મળેલા ત્રણ વાઘ સરથાણા નેચર પાર્કમાં લવાયા
ભવનેશ્વર ઝૂ દ્વારા સુરતને ભેટમાં મળેલા ત્રણ વાઘ સરથાણા નેચર પાર્કમાં લવાયા

ભવનેશ્વર ઝૂ દ્વારા સુરતને ભેટમાં મળેલા ત્રણ વાઘ સરથાણા નેચર પાર્કમાં લવાયા

0
Social Share

સુરત, 9 ફેબ્રુઆરી 2026: ઓરિસ્સાના ભૂવનેશ્વર પ્રાણી સંગ્રહાલય દ્વારા સુરત મ્યુનિને એક નર અને બે માદા એમ ત્રણ વાઘની ભેટ અપાતા ત્રણેય વાઘને સુરતના સરથાણા નેચર પાર્ક લાવવામાં આવ્યા છે. ત્રણેય વાઘને 45 દિવસ ક્વોરન્ટાઈનમાં રખાશે. ત્યારબાદ શહેરીજનો સરથાણા નેચર પાર્કમાં વાઘનો નજારો માણી શકશે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં હવે દોઢ મહિના પછી પાર્કની રોનક વધી જશે. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરતની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી હતી. તેને સરથાણા નેચર પાર્ક લાવવામાં આવ્યા છે. સરથાણા નેચર પાર્ક માટે 2 માદા વરૂ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોશિંગા પણ લવાયા છે. આ પ્રાણીઓના બદલામાં સુરતથી નંદન કાનન ઝૂને 3 નર અને 2 માદા જળબિલાડી, 1 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ, 10 કાચબા તથા 2 નર વરૂ અપાયાં હતાં.

સરથાણા નેચર પાર્કમાં  અગાઉ ઓક્ટોબરમાં ઈન્દોરથી 1 નર વાઘ લવાયો હતો. આ સાથે પાર્કમાં ‘ક્રિષ્ણા’ વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છે, જ્યારે 2 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે. ત્રણેય નવા વાઘને પ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઈન રાખી કાયમી પ્રદર્શનમાં મુકાશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code