1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ફતેહવાડીમાં મોડી રાતે ચાની કિટલી પર ફાયરિંગ એકને ગંભીર ઈજા
અમદાવાદના ફતેહવાડીમાં મોડી રાતે ચાની કિટલી પર ફાયરિંગ એકને ગંભીર ઈજા

અમદાવાદના ફતેહવાડીમાં મોડી રાતે ચાની કિટલી પર ફાયરિંગ એકને ગંભીર ઈજા

0
Social Share

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેવાડી નજીક ચાની કિટલી પર ગઈ મોડી રાતે ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કિટલી પર હતો ત્યારે અગાઉની બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખસોએ આવીને ફાયરિંગ કરતા મુદ્દસરને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની પોલીસને જાણ થતા વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 શહેરના વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ચાની કીટલી પર નહીં બેસવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં ત્રણ શખસોએ આવીને ચાની કીટલીવાળાને પગમાં ગોળી ધરબી દીધી અને કીટલી પર ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય એક બનાવમાં ફતેવાડીમાં જ ગઇકાલે સવારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતા શખસને છરી બતાવી ચાંદી-મોબાઇલની લૂટ ચલાવી હતી. સમગ્ર મામલે જાણ થતાં સુપરવાઇઝર સ્થળ પર પહોંચ્યા તો તેમને પણ આરોપીઓએ છરીના ઘા માર્યા હતા.

શહેરના જુહાપુરા નજીક આવેલા ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ તેના પરિવાર સાથે રહે છે. ફતેવાડી વિસ્તારમાં ચાની કીટલી આવેલી છે. મોડી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાની કીટલી પર અરબાઝ તથા તેના બે મિત્રો આવ્યા હતા. ચાની કીટલી પાસે આવીને અગાઉ ચાની કીટલી ઉપર નહી બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બેફામ ગાળો બોલી ફૈઝાન કયાં છે. આજે તેને જાનથી મારી નાખવાનો છે તેમ કહી અરબાઝે મુદ્દસર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને જમણા પગમાં ગોળી વાગી હતી જ્યારે તેના બે મિત્રોના હાથમાં છરીઓ હતી. આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં મુદ્દસરના પગમાં ગોળી વાગી હતી જ્યારે એક ગોળી ચાની કીટલી પર ચલાવી હતી. બાદમાં આજુબાજુના માણસો ભેગા થઈ જતા અરબાઝ તથા તેના બે મિત્રો ભાગી ગયા હતા. પગમાં ઈજા થતાં મુદ્દસરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસને જાણ થતા વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ મામલે ઈજાગ્રસ્તના મિત્રએ જણાવ્યું કે આરોપીઓને ગાંજો વેચતા અટકાવ્યા એટલે તેમણે ફાયરિંગ કર્યું તથા સમગ્ર મામલે ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે ફતેવાડી પોલીસચોકીથી માત્ર 500 મીટર જ દૂર આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, તેથી હવે પોલીસના પેટ્રોલિંગ અને કાર્યવાહી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code