Homeગુજરાતીગુજરાતકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 27મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 27મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026 :  Union Home Minister Amit Shah will visit Gujarat  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટને ગુરૂવારે  ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવશે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ ગુજરાત મુલાકાતે આવી રહેલા ગૃહમંત્રી શાહ પોતાના સંસદીય મતવિસ્તાર અમદાવાદ અંતર્ગત બોપલ અને ઘુમામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીઓ સંદર્ભે તેઓ ખાસ લોક દરબાર યોજીને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત અમરેલીમાં જાહેરસભા અને ગાંધીનગરમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે, જેને લઈને વહીવટી તંત્ર અને સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આગામી 27મી ઓગસ્ટે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. દિલ્હીથી સીધા અમદાવાદ આવીને બોપલ અને ઘુમામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીઓ સંદર્ભે તેઓ ખાસ લોક દરબાર યોજીને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. સ્થાનિક સોસાયટીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજશે. આ લોક દરબારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ઔડા (AUDA) તેમજ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે અને નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના કાયમી નિરાકરણ માટે સ્થળ પરથી જ તાકીદની સૂચનાઓ આપવામાં આવશે.

કેન્દ્રિય મંત્રી અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે નવા તૈયાર કરાયેલા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે તેમજ ગાંધીનગર શહેર અને જિલ્લા સંગઠનના અગ્રણી હોદ્દેદારો સાથે વિશેષ બેઠક યોજશે. આ બેઠકમાં સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે આગામી કાર્યક્રમો અને સ્થાનિક ચૂંટણીઓની રણનીતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી ખાતે પણ તેઓ વિશાળ જાહેરસભાને સંબોધશે,

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular