વડોદરા, 3 સપ્ટેમ્બર, 2026 : Fire breaks out in coal-laden truck દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ નજીક કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગતા હાઈવે પર અફરા-તફરી મચી ગઈ હતી. ભરૂચથી વડોદરા તરફ આવી રહેલી કોલસા ભરેલી એક ટ્રક અચાનક આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગે થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં ટ્રકનો ચાલક બહાર નિકળી જતા તેનો બચાવ થયો છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ નજીક કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. કોલસાના જથ્થાને કારણે આગ વધુ ભભૂકી હોવાની શક્યતા વચ્ચે ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગને અન્ય વાહનો અથવા આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવવા માટે પણ તકેદારી રાખવામાં આવી હતી. આગની ઘટનાને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. દોડતી ટ્રકમાં આગ લાગતા આગના ધુમાડા અને જ્વાળાઓ દૂરથી પણ નજરે પડતા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રકના ચાલકે સમયસૂચકતા દાખવીને ટ્રકમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
ફાયર વિભાગના જવાનોએ ભારે મહેનત બાદ આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકનો મોટો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગ શોર્ટ સર્કિટ, ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણસર લાગી હતી કે કેમ તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.


