રાજકોટ, 7 ઓક્ટોબર, 2026 : Temperatures rise in Gujarat ચોમાસાની વિદાય ટાણે જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદ, અમરેલી, વડોદરા, રાજકોટ, ડીસા, સહિત શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો હતો. દરમિયાન હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, તારીખ 14થી 18 આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. જેના લીધે નવરાત્રી દરમિયાન તારીખ 12થી 14માં વાદળો આવી શકે છે, પવન રહી શકે છે અને ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે. તેમજ તારીખ 17થી 20માં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. ઉપરાંત અરબસાગરનો ભેજ પણ આવી શકે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આ ભેજ મર્જ થવાની શક્યતા રહેતા તારીખ 17થી 20 અને ખાસ કરીને છઠ્ઠાથી દસમા નોરતામાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુરતના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અમદાવાદ ગાંધીનગરનું પણ હવામાન પલટાવી શકે છે. ઉત્તર ગુજરાતનું પણ હવામાન પલટાવી શકે છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની વિદાય સાથે વાતાવરણ સ્વચ્છ થઈ ગયુ છે. હવે વરસાદને બદલે તાપમાનમાં વૃદ્ધિ જોવા મળશે અને મહતમ તાપમાન સામાન્ય કરતા 1 થી 2 ડીગ્રી વધુ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજયમાં મંગળવારે તાપમાનમાં વધારો થયો હતો. મોટાભાગના સેન્ટરોમાં મહતમ તાપમાન 1 થી 1.5 ડીગ્રી વધુ નોંધાયુ હતું. અમદાવાદમાં 36.5 ડીગ્રી તાપમાન હતું. તે નોર્મલ કરતા 0.8 ડીગ્રી વધુ હતું. અમરેલીનું 35.9 ડીગ્રી (0.8 ડીગ્રી વધુ) વડોદરાનું 36.4 (0.7 ડીગ્રી વધુ) ભુજનું 34.4 (0.2 ડીગ્રી ઓછુ) રાજકોટનું 37.6 (1.7 ડીગ્રી વધુ), ડીસાનું 35.8 (0.2 ડીગ્રી ઓછુ) તાપમાન નોંધાયુ હતું. કચ્છ અને ઉતર ગુજરાતનાં અમુક સેન્ટરો સિવાય તાપમાન નોર્મલ કરતા વધુ રહ્યું હતું.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ આગામી તા. તા.12-13 ઓકટોબર અર્થાત આગામી સોમ-મંગળવારના રોજ પણ તાપમાન વધુ રહેશે અને તે 36.5 થી 39 ડીગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. આગાહીનાં સમયગાળામાં પવન મુખ્યત્વે પશ્ચિમથી ઉતર પશ્ચિમ દિશામાં ફુંકાવાની સંભાવના છે જયારે પવનની ઝડપ 10 થી 15 કીમીની હશે.ઝાટકાના પરન 15 થી 25 કીમીની ઝડપે ફુંકાવાની સંભાવના છે.


