Homeગુજરાતીગુજરાતસેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરમાં ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરમાં ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન

વડનગર, 8 ઓક્ટોબર, 2026 : A grand closing ceremony was held in Vadnagar under the ‘Seva Sankalp Abhiyan’. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી  સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી આ સમાપન સમારોહમાં સહભાગી થયા હતા. અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું આ તકે મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ના સમાપન પ્રસંગે જણાવ્યું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું હતું. આજે વડાપ્રધાનએ સતત ૨૫ વર્ષ સુધી જનસેવા અને સુશાસનનું દાયિત્વ નિભાવીને દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવાદાયિત્વ આપનાર જનનાયક બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે સત્તાને પદ નહિં પરંતુ સેવાનું સાધન માન્યું છે.

  આ પ્રસંગે  શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૭મી ઓક્ટોબરનો આ દિવસ ઐતિહાસિક છે. વડનગરની આ પવિત્ર ભૂમિએ દેશને એક એવો વિરલ લાલ આપ્યો છે, જેમણે સમગ્ર વિશ્વમાં ભારતની વિજય પતાકા લહેરાવી છે. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ મુખ્યમંત્રી તરીકે સેવા કાર્યોની જે યાત્રા શરૂ થઈ હતી, તે માત્ર શાસન નહોતું, પરંતુ રાષ્ટ્રના પુનઃનિર્માણનો મહાયજ્ઞ હતો. સતત ૨૫ વર્ષ સુધી એક પણ દિવસનો આરામ લીધા વગર, અટક્યા વગર અને ઝૂક્યા વગર દેશના વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે કાર્ય કરવું એ અભૂતપૂર્વ સિદ્ધિ છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઉપસ્થિત સૌ નાગરિકોને પશ્ચિમ બંગાળની જનતા વતી કોટિ-કોટિ વંદન કરીને વડનગરની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર પધારીને ગૌરવની અનંત અનુભૂતિ વ્યક્ત કરી હતી.  તેમણે જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દેશને વડાપ્રધાન  નરેન્દ્ર મોદી જેવા વિઝનરી જનનાયક આપ્યા છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત અને સશક્ત નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસ અને સુશાસનના એક નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે.

સેવા યાત્રાના સમાપન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચન કરતા કાશીની પવિત્ર ધરા તથા દેશના વિવિધ પ્રદેશોમાંથી પધારેલા બાઇકર્સ અને યુવાનોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ અત્યંત ઐતિહાસિક અને સુવર્ણ અવસર સમાન છે. ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ  નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળી હતી અને આજે તેમના જનસેવા તથા સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત યુવાનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાનો પ્રેરક અવસર પ્રાપ્ત થયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular