Homeગુજરાતીગુજરાતસનાથળ રેલવે બ્રિજ નજીક રોડ પર પાર્ક કરેલા કન્ટેનર પાછળ બાઈક અથડાતા...

સનાથળ રેલવે બ્રિજ નજીક રોડ પર પાર્ક કરેલા કન્ટેનર પાછળ બાઈક અથડાતા બેનાં મોત

અમદાવાદ, 16 ઓક્ટોબર, 2026 : Two killed after bike hits container parked on road શહેરના સનાથલ રેલવે બ્રિજ નજીક મોડી રાત્રે પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર વિનાના પાર્ક કરેલા કન્ટેનર પાછળ પૂર ઝડપે આવતું બાઈક ધડાકા સાથે અથડાતા બાઈકસવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાઈકસવાર યુવાનોના મૃતદેહ પીએમ માટે મોકલીને ટેન્કરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના સનાથલ રેલવે બ્રિજ નજીક રોડ સાઈડ પર એક કન્ટેનર ટ્રક કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર વગર પાર્ક કરી હતી. ત્યારે મોડીરાતે પુરપાટ ઝડપે બાઈક પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાતા બાઈકસવાર બન્ને યુવાનો રોડ પર પટકાયા હતા.બાઈકસવાર હર્ષદકુમાર અને શનિ બંનેને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકોએ બંનેને 108ને જાણ કરતા આવી હતી. 108ના ડૉક્ટરે બંને યુવાનોને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતક હર્ષદકુમારના નાનાભાઈ નિલેષકુમારે બેદરકારીથી ટ્રક પાર્ક કરનાર કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરૈયાગામા રહેતા 24 વર્ષીય હર્ષદકુમાર ગત 13 ઓક્ટોમ્બરે રાત્રે તેના 20 વર્ષીય મિત્ર શનિ બળદેવભાઈ રાવળ સાથે બાઇકની પાછળ બેસીને સનાથલથી ઉજાલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સનાથલ રેલવે બ્રિજ ઉતરતા પોલારિસ શોરૂમ પાસે જાહેર રોડ પર એક કન્ટેનર ટ્રક સેફ્ટી, પાર્કિંગ લાઈટ કે રેડિયમ રિફ્લેક્ટર વગર અત્યંત બેદરકારીપૂર્વક પાર્ક કરવામાં આવી હતી. કોઈ નિશાની કે લાઈટ ન હોવાના કારણે બાઇક કન્ટેનર ટ્રકની પાછળ જોરથી અથડાયું હતું. આ અકસ્માતમાં હર્ષદકુમાર અને શનિ બંનેને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.  પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular