ગાંધીનગર, 16 ઓક્ટોબર, 2026 : Dearness allowance increased by two percent for Gujarat ST employees ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી નિગમના કર્મચારીઓના 2 ટકા મોંઘવારી ભથ્થા (DA)ના વધારાને મંજુરી આપી છે. આ વધારા બાદ એસટીના કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવાશે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સની પણ ચુકવણી કરાશે.
ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને સરકારે દિવાળીની ભેટરૂપે મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને આર્થિક રાહત મળશે. મોંઘવારીના સમયમાં પગાર સાથે મળતા ભથ્થામાં વધારો થવાથી કર્મચારીઓની આવકમાં વધારો થશે. એરિયર્સની ચુકવણીથી કર્મચારીઓને વધારાનો નાણાકીય લાભ પણ મળશે.
ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું કેન્દ્ર અને રાજ્ય સરકારના ધોરણે આપવામાં આવે છે. સામાન્ય રીતે સાતમા પગાર પંચ (7th Pay Commission) હેઠળ તેની ગણતરી એક ચોક્કસ ફોર્મ્યુલા અને સરકારી મંજૂરીના આધારે થાય છે. જોકે એસ.ટી.માં ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળતો નથી. આ લાભ માત્ર નિયમિત (Regular) સ્કેલ મેળવતા કર્મચારીઓને જ મળે છે.


